કોરોનાકાળમાં Mali માં ભયંકર રાજકીય ઉથલપાથલ, વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીને બંધક બનાવી લીધા
પશ્ચિમ આફ્રિકી દેશ માલી (Maali) માં વિદ્રોહીઓએ તખ્તાપલટની કોશિશ કરીને રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી બાઉબો સિસેને અટકાયતમાં લઈ લીધા છે. આ ઉપરાંત વિદ્રોહીઓએ સેનાના વરિષ્ઠ અધિકારીઓને પણ બંધક બનાવી લીધા છે. એવા પણ અહેવાલ છે કે રાષ્ટ્રપતિએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ અગાઉ માલીમાં વિદ્રોહી સૈનિકોએ મંગળવારે રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાનને ઘેરી લીધુ હતું અને હવામાં ફાયરિંગ કર્યું હતું.
Trending Photos
માલી: પશ્ચિમ આફ્રિકી દેશ માલી (Maali) માં વિદ્રોહીઓએ તખ્તાપલટની કોશિશ કરીને રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી બાઉબો સિસેને અટકાયતમાં લઈ લીધા છે. આ ઉપરાંત વિદ્રોહીઓએ સેનાના વરિષ્ઠ અધિકારીઓને પણ બંધક બનાવી લીધા છે. એવા પણ અહેવાલ છે કે રાષ્ટ્રપતિએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ અગાઉ માલીમાં વિદ્રોહી સૈનિકોએ મંગળવારે રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાનને ઘેરી લીધુ હતું અને હવામાં ફાયરિંગ કર્યું હતું.
રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ બાઉબકર કિતા ને પદ પરથી હટાવવાની માગણીને લઈને અનેક મહિનાથી માલીમાં પ્રદર્શનો ચાલે છે. માલીની જનતા વધતા ભ્રષ્ટાચારને લઈને પણ સરકારથી નારાજ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વિદ્રોહી સૈનિકોનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ રાજધાની બમાકો પાસે આવેલા કાટી શહેરમાં ફાયરિંગના પણ અવાજ સંભળાયા છે. બમાકો છાવણીમાં ફેરબાઈ ગયું છે. ભારે સંખ્યામાં સૈનિકો જોવા મળી રહ્યાં છે. જેની આશંકાથી એ વાતને બળ મળે છે કે રાજધાની પર વિદ્રોહી સૈનિકોએ કબ્જો જમાવી લીધો છે.
તખ્તાપલટની કોશિશ મંગળવારે સવારે બમાકો પાસે એક સૈન્ય શિબિરમાં ફાયરિંગથી થઈ. યુવાઓએ સરકારી ઈમારતમાં આગ લગાવી દીધી. ત્યારબાદથી સરકારથી નારાજ સૈનિકોએ સીનિયર કમાન્ડરોને પણ બંધક બનાવી લીધા. મળતી માહિતી મુજબ વિદ્રોહી સૈનિકોએ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને બામાકોમાં કીટાના નિવાસસ્થાનથી અટકાયતમાં લીધા. જ્યારે મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ બાઉબકર કિતાના વિરોધમાં બમાકોના રસ્તાઓ પર ભેગા થઈ રહ્યાં છે. સ્થિતિની ગંભીરતા જોતા વિદેશી દૂતાવાસોએ પોતાના લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે